Ahir Wikipedia / Ahir
આહીર
Jay Murlidhar
આહીર એક પ્રાચીન લડાયક જાતિ[૧] છે, કે જે અભીરા અથવા અભીર તરીકે પણ ઓળખાય છે.[૨] ભારતની આહીર જાતિ પ્રાચીન કાળથી ભારત અને નેપાળના વિભિન્ન ભાગોના શાસનકર્તાઓ પૈકીની એક છે. અભીરાનો અર્થ નિડર થાય છે. શાક્યો, હૂણો અને સાયથિઅન્સ (૬૦૦૦ ઈ.પૂ.)ના સમયમાં, આહીરો લડાયક યોદ્ધાઓ હતા. એ પૈકીના કેટલાક ખેડુતો તેમ જ પશુપાલકો પણ હતા. આહીર જનજાતિના લોકો પરંપરાગત રીતે ગૌપાલક તેમ જ ગોવાળો છે. પવિત્ર ગાયો સાથેના આ સંબંધે એમને વિશેષ દરજ્જો આપ્યો છે.[૩] તેઓ સૌરાષ્ટ્ર - કચ્છ વિસ્તારમાં મોટી સંખ્યામાં જોવા મળે છે. આમ તો તેઓ પશ્ચિમ ગુજરાતના ક્ષેત્રમાં જ નહીં પરંતુ રાજસ્થાન, મહારાષ્ટ્ર, પંજાબ, ઉત્તર પ્રદેશ, બિહાર અને નેપાળમાં પણ જોવા મળે છે. આહીરો ભારતના ધનગર જાતિની પેટા જ્ઞાતિ ગણાય છે. આહીર સમુદાય તરાઈમાં મોટી સંખ્યામાં મોજુદ છે, જે દક્ષિણ ભાગમાં આવે છે. આહીરોનો જાટ સાથે નજીકનો ગોત્ર સંબંધ જોવા મળે છે. તેઓનો શારિરીક બાંધો પણ એકસરખો જોવા મળે છે. આહીરોનો મુખ્ય તહેવાર દિવાળી અને જન્માષ્ટમી છે. ભારત માં આશરે ૪ કરોડ આહીરો છે.
મૂળ
આહીરોનો ઉદ્ગમ વિવાદાસ્પદ રહ્યો છે. વિવિધ વિદ્વાનો વિવિધ મતો પ્રદર્શિત કરે છે. અમુક ઇતિહાસકારો માને છે કે તેઓ મધ્ય એશિયના શક્તિશાળી ગોપાલક વણઝારા હતા[૩]જેઓ શકો અને યુઝીનીની સાથે જ લગભગ પહેલી કે બીજી સદીની આસપાસ પંજાબના માર્ગે ભારતમાં આવ્યાં. ત્યાર બાદના સમયમાં તેઓ ધીમે ધીમે મધ્ય અને પૂર્વ ભારતમાં ફેલાયા. એક અન્ય મત પ્રમાણે તેઓ ઈસવીસન કાળની શરૂઆતમાં આર્ય પ્રજાતિનાં આક્રમણથી પણ પહેલાં, સિરિયા કે એશિયા માઈનરથી આવ્યાં હતાં. સૌથી પ્રાચીન સાઈથીયન જેમણે ભારતમાં પ્રવેશ કર્યો તે આ જાતિના હતાં.
ગુજરાતના આહીરો
ગુજરાતમાં આહીરોની ઘણી વસ્તી છે[૫]. ગુજરાતમાં આહીરોની મુખ્ય પાંચ જાતિઓ છે: પરથારિયા, પંચોળી, મચ્છોયા, બોરીચા અને સોરઠિયા. ભારતના ૧.૮ કરોડ આહીરોમાંના ૩ લાખ જેટલા આહીરો કચ્છમાં વસે છે. આ જાતિઓ મુખ્યત્વે ખેડૂતો છે જે એક સમયે દૂધ અને ઘી વેચતા હતાં પણ વરસાદની અનિયમિતતાને કારણે હવે તેમણે પોતાનો ધંધો ટ્રાંસપોર્ટ અને મીઠાનો વ્યવસાય અપનાવ્યો છે. તેમની માતૃભાષા ગુજરાતી છે.[૬]
પરથારિયા આહીરો પૂર્વી કચ્છમાં રહે છે અને તેમણે એક વ્રજવાણી નામે ગામ સ્થાપ્યું હતું. મચ્છોયા અને બોરીચા આહીરો ચોરડ ક્ષેત્રમાં રહેતાં (સાતલપુર). પરથારિયા આહીરો ચોબારી, રામવાવ, કુડા, ગવરીપર, કણખૉઇ, અમરાપર, રતનપર, ખેંગારપર, લોડાઇ, ધ્રંગ, ધોરી, સુમરાસર, મમુઆરા, વાંગ, દાદોર, કુનેરીયા, નોખણીયા, લાખાપર, સતાપર, હીરાપર, પશુડા, લુણવા જેવા અનેક ગામો માં રહે છે. મચ્છોયા આહીર અલિયાબાડા, વાવડી, નેસડા રાજયર, પાધર, વાઘુરા, ટપ્પર, પડાણા અને ભુવડ ગામોમાં રહે છે. સોરઠીયા આહીર અંજાર, જામનગર, ભાવનગર, તાવિડા, રાજકોટ, જુનાગઢ,પોરબંદર, અમદાવાદ, લીંબડીમાં રહે છે. નાગોર અને શિયાણીમાં રહે છે. બોરીચા આહીર અંજાર, મેઘપર-બોરીચી, મિઠીરોહર, ભારાપર વીરા, મોડસર, ખોખરા, કાન્યાબે, જુમ્ખા, બળદિયા અને કેરામાં રહે છે.[૭]
પોરબંદરથી દ્વારકા જતા માર્ગ પર હર્ષદથી દ્વારકા અને જામનગર તેમજ ભાણવડ સુધીના વિસ્તારમાં સોરઠીયા આહીરની વસ્તી તેમજ સમગ્ર ગામો આવેલ છે. તેમજ પોરબંદરથી ઉના તેમજ જુનાગઢ વિસ્તારમાં સોરઠીયા તેમજ મચ્છોયા આહીરોની વસ્તી રહેલી છે. તેમજ મોરબી વિસ્તારમાં બોરીચા તેમજ મચ્છોયા આહીરોની વસ્તી રહેલી છે.
ગુજરાત રાજ્યમાં વસતા આહીરોના નામમાં વપરાતી અટકો
ગુજરાતમાં આહીર મુખ્ય જ્ઞાતિમાં ઓળખાય છે, તેમની પેટા જ્ઞાતિઓ પૈકી,
- મચ્છુ નદી ને કાંઠે વસ્યા તેથી મચ્છોયા કહેવાયા.
- સોરઠમાં રહેવા લાગ્યા તેથી સોરઠીયા કહેવાયા.
- કચ્છના વાગડ વિસ્તારના પરાવથર પંથકમાં વસ્યા તે પરાવથરિયા કહેવાયા.
- પાંચાલમાં વસ્યા તે પંચોળી કહેવાયા.
આ ઉપરાંત આહીર જ્ઞાતિ દ્વારા વપરાતી અમુક અટકો (કક્કાવારી પ્રમાણે) નીચે મુજબ છે.
મહારાષ્ટ્રમાં આહીરો
મહારાષ્ટ્ર રાજ્યમાં વસતા આહીરો ગવલી કે ગવળી તરીકે ઓળખાય છે. જેઓ મુુખ્યત્વેે ગોવાળો તેમ જ પશુપાલકો છે.
ચંદ્રવંશી/યદુવંશી ક્ષત્રિયો
ટોડ અને કે. સી. યાદવ જેવા ઇતિહાસકારો દાવો કરે છે કે આહીર પુરુરવાના ચંદ્રવંશી ક્ષત્રિય કુળના યાદવોના વંશજો છે. તેઓ માને છે કે તેમનો પ્રાચીન વસવાટ સતલજ અને યમુના નદીની વચ્ચેનો પ્રદેશ હતો જ્યાંથી તેઓ હિજરત કરી પૂર્વ દિશામાં મથુરાથી આગળ અને દક્ષિણ દિશામાં ગુજરાતઅને મહારાષ્ટ્ર સુધી ગયાં. હરિયાણા રાજ્યનું નામ પણ અભિરાયણ (આ પ્રદેશનાં મૂળ વાસીઓ) પરથી ઉતરી આવ્યું હોય તેમ માનવામાં આવે છે. અભિરાયણ શબ્દનું મૂળ 'અભિર' એટલે કે નિડર શબ્દમાં રહ્યું હોય તેમ પણ શક્ય છે.
તેજ પ્રમાણે, ગુજરાતમાં મળી આવેલા શિલા લેખ અનુસાર મધ્ય ભારતના ઉચ્ચ પ્રદેશના ભિલ્સા (વિદીશા) અને ઝાંસી વચ્ચેનું ક્ષેત્ર આહીરવાડના નામે ઓળખાતું હતું. હિંદુ લેખકોના મતાનુસાર આહીરોને વાયવ્ય દિશાના રહેવાસી જણાવ્યાં છે. જોકે આ વાત લેખકના ભૌગોલિક સ્થાન પર આધારીત છે આથી આ માહિતી કોઈ આધારભૂત સ્ત્રોત નથી.[૮][૯][૧૦][૧૧]
મહાભારતના સભા પર્વ અને ભીષ્મ પર્વ ખંડમાં અભીરા નામના એક રાજ્યનું નામ આવે છે, જે પ્રાચીન સિંધમાં સરસ્વતી નદીને કિનારે વસેલું હતું. પ્રાચીન લીપીઓમાં શુરા અને અભિરાઓને સંયુક્ત રીતે શુરભીરા કહેવાતા. પાછળથી તે બે શબ્દો નો અલગ અર્થ ન રહ્યો. ઘણાં વિદ્વાનો ભારતના અભીરા અને સુરભીર શબ્દોને બાયબલના સંદર્ભના ઓપ્ફીર અને સોપ્ફીર લોકો સાથે સંબંધીત માને છે.
Superb Ahir bhai
ReplyDelete